રાજપીપળાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓને હવે કેવડિયાથી મધ્ય પ્રદેશના રાજઘાટ સુધીની ક્રૂઝની રોમાંચક સફરની ભેટ મળશે. હાલમાં ૧૦૦ કિમી સુધીના નર્મદા નદીના વિસ્તારમાં ન તો કોઈ કાંઠો છે, ના મોબાઇલ નેટવર્ક નથી વીજળીની વ્યવસ્થા. તેથી આ વિસ્તારને પ્રવાસન માટે વિકસિત કરવા ક્રૂઝની ભેટ પ્રવાસીઓને આપવા વિચારાયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી મધ્ય પ્રદેશના રાજઘાટ સુધી ક્રૂઝ મારફતે જઈ શકાશે. મુખ્ય નદીમાંથી પણ ક્રૂઝ ચાલશે. આ માર્ગ પર ૧૦૦થી વધુ ટાપુઓ અને પાંચ મુખ્ય વળાંક છે. હાલમાં માત્ર બેટરીની લાઈટના સહારે માછીમારી માટે જાળ નાંખી રહેલા સ્થાનિક લોકો અહીં નજરે પડે છે.


